Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : અમદાવાદની સ્થાપનાને 611 વર્ષ પુર્ણ થયાં, માણેક બુરજ પર કરાયું ધ્વજારોહણ

અમદાવાદ શહેરના 611મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહમદશાહ બાદશાહે માણેક બુરજ ખાતે પ્રથમ ઇંટ મુકી અમદાવાદ શહેર વસાવ્યું હતું......

X

અમદાવાદ શહેરના 611મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહમદશાહ બાદશાહે માણેક બુરજ ખાતે પ્રથમ ઇંટ મુકી અમદાવાદ શહેર વસાવ્યું હતું.

અમદાવાદનો ઈતિહાસ આજકાલનો નથી. અમદાવાદ શહેરની સ્થાપના ને આજે 611 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થયા બાદ તો સમગ્ર ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. દર વર્ષે 26 ફેબ્રુઆરી એલિસબ્રિજના છેડે આવેલ માણેક બુરજ પર ધ્વજારોહણ કરી આરતી પણ ઉતારવામાં આવે છે શહેરના પ્રથમ નાગરિક મેયર અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહયાં હતાં.તો બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિતના નેતાઓએ ટ્વીટ કરીને અમદાવાદ સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી.

સાબરમતી નદીના બે કાંઠે વહેંચાયેલા અમદાવાદનો આજે જન્મદિવસ છે. કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાખતા હતા, ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેકનાથ બાબાએ આપ્યું હતું. બાબા માણેકનાથની સાથે મળીને હાલના એલિસબ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. આજે તે સ્થળ માણેક બુરજ તરીકે ઓળખાય છે. અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે માણેકનાથની સમાધિ પર મેયર અને માણેકનાથજીના તેરમા વંશજ ચંદનનાથ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી.

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સૌને શુભકામના પાઠવી છે. તેમણે લખ્યુ કે અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ અમદાવાદના જન્મદિવસની શુભેચ્છાઓ ટ્વીટ કરીને આપી છે. તેમણે લખ્યુ કે વિકાસનાં પથ પર સતત આગળ વધી રહેલું આ શહેર ગુજરાતનું સૌથી મહત્વનું શહેર છે.

Next Story