Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની હડતાલનો 7મો દિવસ, હોસ્ટેલ ખાલી કરવા સરકારની નોટિસ

સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડન્સ ડોક્ટર છેલ્લા 7 દિવસથી હડતાળ પર છે ત્યારે સરકાર પણ હવે ઝૂકવા તૈયાર નથી તેમ હડતાળ પર ઉતરેલા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે.

X

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડન્સ ડોક્ટર છેલ્લા 7 દિવસથી હડતાળ પર છે ત્યારે સરકાર પણ હવે ઝૂકવા તૈયાર નથી તેમ હડતાળ પર ઉતરેલા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા 900 જેટલા સિનિયર-જુનિયર તબીબોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ અપાઈ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 1100 જેટલા તબીબો હડતાલ પર ઉતર્યા છે. જે હદલાતનો આજે 7મો દિવસ છે. જોકે બીજી બાજુ રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતરતા દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. હડતાળ પર ઉતરેલા તબીબોનું કહેવું છે કે અમે છેલ્લા 6 મહિનાથી સરકારને રજૂઆત કરીયે છીએ પણ કોઈ સકારાત્મક ઉકેલ આવતો નથી તેથી અમે હડતાળ પર ઉતર્યા છીએ અને મારી માંગી જો નહિ સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનશે. તો હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ બાબતે તબીબોનું કેહવું છે અમને નોટિસ મળી છે અમે હોસ્ટેલ ખાલી કરી દઈશું, પણ અહીં બહાર જ અમે આંદોલન ચાલુ રાખીશું.

સરકાર અને તબીબોની લડાઈમાં દર્દીઓનો મરો છે. કારણ કે એક તરફ સરકાર માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી તો બીજી બાજુ તબીબો પણ પોતાની હડતાળ સમેટવા તૈયાર નથી. હડતાળ પર ઉતરેલા તબીબોના કારણે 50% સર્જરીઓ રદ્દ થઈ છે. તબીબોની છેલ્લાં કેટલાંક દિવસોની હડતાળના કારણે તંત્ર દ્વારા લાલ આંખ કરી છે. 1 વર્ષના બોન્ડ સિનિયર રેસિડેન્સ તરીકે ગણવા તબીબો સતત માંગ કરી રહ્યાં છે.રાજ્યમાં રેસિડેન્ટ તબીબ બોન્ડની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. આમ બને બાજુ સરકાર અને તબીબો વચ્ચે સહમતી ના સધાતા આવનાર સમયમાં મેડિકલ સેવા ખોરવાઈ તેવી સંભાવના છે.

Next Story