અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોઈ રહેલા ટોળા પર કાર ફરી વળી, કોન્સ્ટેબલ સહિત 9નાં મોત

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.

New Update
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોઈ રહેલા ટોળા પર કાર ફરી વળી, કોન્સ્ટેબલ સહિત 9નાં મોત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે પુર ઝડપે જઈ રહેલ લક્ઝ્યુરિયસ કારના ચાલકે અકસ્માત જોવા ઉભેલા ટોળાને અડફેટે લેતા કુલ 9 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન રાજપથ ક્લબ તરફથી આવી રહેલી જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બ્રિજ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસે ઇસ્કોન બ્રિજ બંધ કરાવ્યો હતો. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં મોટાભાગના પીજીમાં રહેતા યુવકો હતો. જગુઆર કાર ચલાવનાર વ્યક્તિનું નામ તથ્ય પટેલ છે. 

Latest Stories