-
ઘોડાસર વિસ્તારમાં ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત
-
જાનૈયાઓની 3 લકઝરીયુસ કારોને અડફેટમાં લીધી
-
અકસ્માતથી આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા
-
સંભવિત મોટી જાનહાનિ ટળી જતા જાનૈયાઓને હાશકારો
-
ટ્રાફિક પોલીસે ડમ્પર સહિત ચાલકની અટકાયત કરી
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં ડમ્પર ચાલકે જાનૈયાઓની 3 લકઝરીયુસ કારોને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં મંગલેશ્ર્વર મહાદેવથી નવા ઓવરબિજ થઈ નેશનલ હાઈવે જતા માર્ગ પર માટી ભરેલ ડમ્પરે જાનૈયાઓની કારોને અડફેટમાં લીધી હતી. જેના કારણે જાનૈયાઓ સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, આ અકસ્માતમાં ઘોડાસરથી જાન લઈને સેટેલાઈટ જતા શાહ પરિવારની 3 લકઝરીયુસ કારોને મોટુ નુકશાન થવા પામ્યું છે. આ અકસ્માતમાં સંભવિત મોટી જાનહાનિ ટળી જતા શાહ પરિવાર સહિત જાનૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, અને ડમ્પર સહિત ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.