/connect-gujarat/media/post_banners/66eba99d40856235320bdba3a6c7c6a62dea4943a9e62dd6f27f2a88bcb3fa24.jpg)
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું
દેશમાં 76મા સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલય પાલડી ખાતે પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કરી સલામી આપી હતી આ સમયે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા,સિદ્ધાર્થ પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો અને સેવાદળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ધ્વજવંદન બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્યના અને દેશના લોકોને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી તેમણે કહ્યું કે નફરતની રાજનીતિ કરવાવાળાઓને ભવિષ્યમાં દૂર કરીને આપણને જેમણે આઝાદી અપાવી અને આ તિરંગો આપણને સોંપ્યો તેને આન બાન શાનથી જાળવી રાખીએ