અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

New Update
  • દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂત અમિત શાહે સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી બતાવી

  • ખેડૂતે સરકારી સહાયની મદદથી ખરીદ્યું હતું પલ્પ મશીન

  • ખેડૂતે પલ્પ મશીનની મદદથી રૂ. 12 લાખની આવક મેળવી

  • ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય : પ્રગતિશીલ ખેડૂત

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત શાહે ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિત શાહના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજ ખેતીને અમિત શાહેCOVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું હતું. આમતેઓની "પલ્પથી પ્રગતિ"ની સફરનો પ્રારંભ થયો હતો. ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું. જેની મદદથી તેઓ સીઝનમાં 12થી 13 લાખ રૂપિયાની આવક અને 8thi 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત અમિત શાહની આ સફળતા એ સાબિત કરે છે કેખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.

Latest Stories