Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક મળી...

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાય રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. બેઠકમાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે, 98 % જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આ સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન તથા મુખ્ય સચિવ પંકજકુમાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે યોજાયેલ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી. જેમાં ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે, તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે. આ તકે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે. જિયોટેકનિકલ ઇન્વેસ્ટિગેશન માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયોટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે, તેમ કોર્પોરેશનના એમ.ડી.એ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી કામગીરીની સરાહના કરતા રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

Next Story