અમદાવાદ : મેન્ટેનન્સ માટે માલદીવ ગયેલું સી-પ્લેન ક્યારે આવશે તે અંગે અવઢવ..

New Update
અમદાવાદ : મેન્ટેનન્સ માટે માલદીવ ગયેલું સી-પ્લેન ક્યારે આવશે તે અંગે અવઢવ..

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની હવાઈ સફર કરાવનાર સી-પ્લેન છેલ્લા 195થી મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. એક તરફ દિવાળીની રજાઓમાં કેવડીયામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, તો બીજી તરફ સી પ્લેનની અસુવિધાએ પ્રવાસીઓને પણ મુંઝવણમાં મૂકી દીધા છે.

તા. 1 નવેમ્બર 2020થી સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની હવાઈ સફર માટે સી-પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, સી-પ્લેનના મેન્ટેનન્સની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને લગભગ દર એકથી દોઢ મહિને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવતું હતું. ફ્લાઈંગ અવર્સ પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા તા. 9 એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ ઘટવાની સાથે પ્રવાસન સ્થળો મુલાકાતીઓ માટે પુનઃ ખોલી દેવામાં આવ્યા છે. જેમાં કેવડિયા પણ દિવાળીની રજાઓ દરમ્યાન હાઉસફુલ થઈ ગયું છે, તેમ છતાં સી-પ્લેન આજે 195 દિવસ બાદ પરત ફર્યુ નથી અને ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે, હવે સી-પ્લેન માલદીવથી પરત ક્યારે આવશે તે અંગે લોકો પણ અવઢવમાં મુકાયા છે.

Latest Stories