Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બીમારીથી પીડાતી મહિલા ચઢી ડ્રગ્સ વેચવાના રવાડે, 34 ગ્રામ MD ડ્રગ્સ સાથે SOGએ કરી ધરપકડ…

મહાનગર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે શહેર પોલીસ આવા ડ્રગ્સના વેપાર કરતાં પેડલર અને કેરિયર સામે લાલ આંખ કરી છે.

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે શહેર પોલીસ આવા ડ્રગ્સના વેપાર કરતાં પેડલર અને કેરિયર સામે લાલ આંખ કરી છે. તેવામાં એસઓજી પોલીસે જુહાપુરા વિસ્તારમાંથી એક મહિલાને 34 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેર એસઓજી પોલીસ ઘણા લાંબા સમયથી ડ્રગ્સના દૂષણ સામે એક્શન લઈ રહી છે, ત્યારે એસઓજીને બાતમી મળી હતી કે, જુહાપુરા વિસ્તારમાં એક મહિલા ડ્રગ્સ સાથે આવી રહી છે. બાતમીના આધારે એસઓજી પોલીસે મહિલાને અટકાવી તલાશી લેતા તેની પાસેથી 34 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 3.50 લાખની આસપાસ થાય છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ મહિલા પરવિનબાનું બ્લોચ અમદાવાદના સંકલિત નગરની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસના કહેવા મુજબ મહિલા છેલ્લા 4 મહિનાથી ડ્રગ્સનો વેપાર કરે છે. તેણીને કોઈ બીમારી હોવાથી પૈસાની જરૂરિયાત હતી, તેથી તે એમડી ડ્રગ્સ વેચતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા કોની પાસેથી આ ડ્રગ્સ લાવી કોને વેચવાની હતી તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આમ ફરી એક વાર અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Next Story