Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન,પૂર્ણાહુતિ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ રહેશે ઉપસ્થિત

ગુજરાતના રાજકારણમાં ગરમાવો ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય, તારીખ 15 મેથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ

X

ગુજરાત આપ દ્વારા રાજ્યના 6 અલગ અલગ જિલ્લામાંથી તારીખ 15મી મેના રોજથી પરીવર્તન યાત્રાની શરૂઆત કરશે અને રાજ્યના મોટાભાગના જિલ્લા અને તાલુકાને આવરી લેશે.આ અંગેની માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રાજ્યમાં એક બાજુ ભાજપ ચૂંટણી માટે તનતોડ મેહનત કરી રહી છે તો કોંગ્રેસ પણ હવે જનતાની વચ્ચે જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર બની રહેલ આપ હવે રાજ્યમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરી રહી છે. આ યાત્રા રાજ્યના 6 અલગ અલગ જિલ્લામાંથી એક સાથે શરુ કરવામાં આવશે અને 20 દિવસ સુધી અલગ અલગ જિલ્લા અને તાલુકામાં ફરશે અને 182 વિધાનસભા સીટ પણ આવરી લેવામાં આવશે.સોમનાથથી આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા તો દ્વારકાથી ઈશુદાન ગઢવી યાત્રાની શરૂઆત કરાવશે તો દક્ષિણ ગુજરાતથી દાંડીની પસંદગી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના પાટણથી પણ આ યાત્રા કાઢવામાં આવશે આમ ગુજરાત સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ પણ જોડવામાં આવશે. આ યાત્રા રાજ્યની જનતાને કનેક્ટ કરશે અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે

Next Story