Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં અપાયું એલર્ટ

રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો ભરાઈ ગયા છે ત્યારે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે

X

રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો ભરાઈ ગયા છે ત્યારે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે જેના પગલે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદામાં પાણીની આવક વધી રહી છે.પાણીની આવક વધવાથી અમદાવાદના વાસણા બેરેજની હાલની સપાટી 134.50 મીટરે પહોંચી છે. જેને લઈ નીચાણવાળા વિસ્તાર પીરાણા, પાલડી, નવાગામ, સરોડા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે.તો નીચાણવાળા વિસ્તારોમાં પણ સતર્ક રહેવા જણાવ્યું છે જોકે હાલ ફતેવાડી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે.વાસણા બેરેજમાંથી પાણી છોડવાને પગલે આજે ઈજનેરોની એક ટીમ પણ પહોંચી હતી અને ત્યાં નિરીક્ષણ કર્યું હતું.

તો બીજી તરફ આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે વાસણા બેરેજ અત્યારે છલોછલ ભરાઈ ગયો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં આવતા 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

Next Story