અમદાવાદ ACBનો વલસાડમાં સપાટો : રૂ. 1.50 લાખની લાંચ લેતા વકીલ ઝડપાયો, મહિલા PSI ફરાર

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મહિલા PSI વતી લાંચ લેતા વચેટિયા વકીલને ઝડપી પાડ્યો છે. જોકે,

અમદાવાદ ACBનો વલસાડમાં સપાટો : રૂ. 1.50 લાખની લાંચ લેતા વકીલ ઝડપાયો, મહિલા PSI ફરાર
New Update

અમદાવાદ ACBની ટીમે વલસાડમાં સપાટો બોલાવી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મહિલા PSI વતી લાંચ લેતા વચેટિયા વકીલને ઝડપી પાડ્યો છે. જોકે, મહિલા PSI ફરાર થઈ જતાં ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેરમાં દારૂના કેસમાં મહિલા PSIએ સેલવાસના એક બાર માલિકને હેરાન નહીં કરવા અને મેટરની પતાવટ કરવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માગી હતી. જેને લેવા જતા વચેટિયો વકીલ અમદાવાદ ACBના હાથે રંગેહાથ ઝડપાય ગયો હતો. જોકે, મુખ્ય આરોપી મહિલા PSI અત્યારે ફરાર છે. આમ અમદાવાદ ACB વલસાડમાં સપાટો બોલાવતા વલસાડ જીલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બનાવની વાત કરીએ તો, વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વાય.જે.પટેલ નામના મહિલા PSI દારૂના એક કેસની તપાસ કરી રહ્યા હતા.

જેમાં તપાસ દરમ્યાન સેલવાસના એક બાર માલિકનું નામ ખુલ્યું હતું. આથી બાર માલિકે આગોતરા જામીન લઇ લીધા હતા. તેમ છતાં મહિલા PSIએ બાર માલિકને જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા માટે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ભરત યાદવ નામના એક વકીલ મારફત બાર માલિકને હેરાન નહીં કરવા અને બીજા કોઈ કેસમાં નહીં ફસાવવાના બદલે રૂપિયા દોઢ લાખની લાંચની માંગ કરવામાં આવી હતી. ફરિયાદીએ લાંચ નહીં આપવી હોવાથી તેણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો. આથી અમદાવાદ ACBએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા મહિલા PSI વાય.જે.પટેલને ઝડપી લેવા માટે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

#Connect Gujarat #Valsad #Ahmedabad #corruption #ACB #Gujarati News #Valsad News #લાંચ #PSI Corruption #Ahmedabad ACB #Advovate
Here are a few more articles:
Read the Next Article