Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:વૃદ્ધની સાથે ગઠિયાએ કરી છેતરપિંડી, રૂ.૧.૨૦ લાખના દાગીના યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી લઈ થયો ફરાર

અમદાવાદની જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાનેગઠિયો લૂંટીને જતો રહ્યો.

અમદાવાદ:વૃદ્ધની સાથે ગઠિયાએ કરી છેતરપિંડી, રૂ.૧.૨૦ લાખના દાગીના યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી લઈ થયો ફરાર
X

અમદાવાદની જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાનેગઠિયો લૂંટીને જતો રહ્યો. ગઠિયાએ વૃદ્ધને એવું કહ્યું કે હું યુ.એન મહેતા હોસ્પિટલમાં નોકરી કરું છું લાવો તમારો કેસ કઢાવી તમારી સારવાર કરાવી દઉં તેમ કહી ગઠીયાએ વૃદ્ધાને વિશ્વાસમાં લીધા. ઈક્કો કરાવવા માટે દાગીના કાઢવા પડશે તેમ કહીને નજર ચૂકવી વૃદ્ધના દાગીના પડાવી લીધા હતા. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના મજૂર ગામ વિસ્તારમાં રહેતા કંકુબેન બેગડા નામના વૃદ્ધાને ગઈકાલે સવારે છાતીના ભાગે દુખાવો તથા સાડા અગિયાર વાગ્યાની આસપાસ યુ.એન મહેતા હોસ્પિટલ શાહીબાગ ખાતે ડૉક્ટરને બતાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઓ.પી.ડી ખાતે કેશ કાઉન્ટર ઉપર કેસ કઢાવવા માટે તેઓ ઉભા હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે હું યુ એન મહેતા હોસ્પિટલમાં નોકરી કરું છું, લાવો તમારો કેસ કઢાવી તમારી સારવાર કરાવી દઉં. તેમ કહી ને તે વૃદ્ધ પાસેથી ફાઈલ લઈ કેસ કઢાવી ઓ પી ડી માં ડોક્ટર ની પાસે લઈ ગયો હતો. ત્યાર બાદ ડોક્ટરે વૃદ્ધાને કાર્ડિયોગ્રામ તેમજ ઇકોનો રિપોર્ટ કરવાનું કહેતા કાર્ડિયોગ્રામ નો રિપોર્ટ કરાવ્યો હતો. ઈક્કો કરાવવા માટે રૂમ આગળ લઈ જઈને ઉપર વૃદ્ધાને બેસાડ્યા હતા. જ્યાં આ ગઠીયાએ વૃદ્ધાને કહ્યું હતું કે, ઈક્કો કરાવવા માટે તમારે સોનાના દાગીના કાઢવા પડશે. આમ રૂપિયા 1,20,000ની કિંમત સોનાની બંગડી, બે કડી ઓ અને સોના ની વીંટી કઢાવી તેની પાસે રાખીને વૃદ્ધાની નજર ચૂકવી ચોરી કરી ગયો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Next Story