Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ATMમાં પાસવર્ડ એન્ટર કર્યા બાદ રૂપિયા ન નિકળે તો થોડી વધુ રાહ જોજો, નહિતર ભેજાબાજો તમારી કમાણી લઈ જશે !

એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પાસવર્ડ વગર એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.

X

અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એટીએમ મશીનમાં પાસવર્ડ વગર રૂપિયા ઉપાડી લેતા મૂળ ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી હતી જેના માધ્યમથી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરવામાં આવી રહી હતી

અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચે એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પાસવર્ડ વગર એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે ઝડપી પાડેલ આરોપીઓમાં રોહિત સિંગ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ઇસમોનો સમાવેશ થાય છે. અમદાવાદ સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી છે જે આ ગુનામાં ફરાર છે તેણે સાયબર ક્રાઇમની ગીરફતમાં આવેલા ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી જેમાં એલ્યુમિનિયમના ધાતુવાળી વાય આકારના ચીપિયા બનાવ્યા હતા..

જે ચિપ્યાને ATM મશીનમાંથી જે જગ્યા પરથી પૈસા નીકળતા હોય છે ત્યાં સુવ્યવસ્થિત રીતે મૂકી દેવામાં આવતા હતા અને જ્યારે ATM ધારક પોતાનું એટીએમ કાર્ડ લઈને મશીનમાં નાખે અને પાસવર્ડ એન્ટર કરે,પૈસા નીકળવાનો આવજ પણ આવે અને પૈસા બહાર નીકળે નહિ ત્યારે આ એલ્યુમિનિયમના બનાવેલા ચિપિયાની અંદર તમામ રોકડ રકમ ફસાઈ જતી હોય છે અને ગ્રાહક એટીએમ મશીનમાંથી બહાર જતો રહે છે. બાદમાં થોડા સમયમાં જ આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાને બહાર કાઢીને અંદર ફસાયેલા રૂપિયા લઈ ફરાર થઈ જાય છે.

ગેંગ દ્વારા માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATMને જ નિશાન બનાવવામાં આવતું હતું એની પાછળનું કારણ એ છે કે SBIના મોટાભાગના ATMની બહાર સુરક્ષાકર્મીઓ હોતા નથી જેના કારણે ભેજાબાજો તેમના કારસામાં સફળ રહે છે. આરોપીઓએ અત્યાર સુધીમાં લગભગ 40 જેટલા ATMમાંથી કુલ 92,000 રોકડની ઉઠાંતરી કરી હોવાનું કબૂલ્યું છે ત્યારે ગેંગ દ્વારા અન્ય કયા જિલ્લા અને રાજ્યોમાં આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે જે બાબાતે પોલીસ તપાસ કરી રહી છે

Next Story