Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : અનરાધાર વરસાદ બાદ ઠેર ઠેર 22 ભૂવા પડ્યા, એએમસીની કામગીરી પર સવાલ ઉઠયા

અનરાધાર વરસાદે રાજ્યના સૌથી મોટા મહાનગરની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે

X

અમદાવાદમાં અનરાધાર વરસાદે રાજ્યના સૌથી મોટા મહાનગરની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે તો અનેક વિસ્તારમાં તો મસ મોટા ભુવા પડયા છે જેને કારણે એએમસી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં 3 દિવસ પહેલા આવેલા વરસાદે સામાન્ય શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. શહેરના અનેક વિસ્તાર જેવા કે મકરબા આશ્રમ રોડ, ઇસ્કોન ચાર રસ્તા પાસે ભુવો પડતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ભૂવાઓને AMC દ્વારા કોર્ડન કરવામાં આવ્યા છે જેના કારણે અમદાવાદ વરસાદ બાદ ભુવા નગરી બન્યું હોવાનું ચિત્ર ઊભું થયું છે. ઇસ્કોન મોલ ચાર રસ્તા પાસે ભુવો પડતા રોડની કામગીરી પર સવાલ ઉઠયા છે. જોકે હાલ તો AMC દ્વારા કરવામાં ભુવાને કોર્ડન આવ્યો છે. તો આ તરફ અમદાવાદ શહેરમાં વધુ એક મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આશ્રમ રોડ વલ્લભ સદન નજીક પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આમ આ વર્ષે વરસાદ બાદ શહેરમાં 22 ભૂવા પડ્યા છે. અને ભુવા પડવાની સમસ્યા હવે શહેરમાં સામાન્ય બની રહી છે. તો ભુવા પડવાને કારણે સ્થાનિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. લોકોની માંગ છે કે એએમસી અને સરકાર આવી જગ્યાઓનો સર્વે કરવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી પડે નહિ.

Next Story