અમદાવાદ: GLS યુનિવર્સિટીમાં ABVPએ વિદ્યાર્થીઓ પાસે જબરજસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા હોવાના આક્ષેપ

અમદાવાદની GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાનમાં ABVPના આગેવાનોએ કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે જબરજસ્તી કરી હોવાના આક્ષેપના કારણે વાતાવરણ ગરમાયું હતું

New Update
અમદાવાદ:  GLS યુનિવર્સિટીમાં ABVPએ વિદ્યાર્થીઓ પાસે જબરજસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા હોવાના આક્ષેપ

અમદાવાદની GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાનમાં ABVPના આગેવાનોએ કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે જબરજસ્તી કરી હોવાના આક્ષેપના કારણે વાતાવરણ ગરમાયું હતું રાજ્યમાં 2 દિવસથી NSUI અને ABVP દ્વારા શક્તિ પ્રદર્શન રૂપ રેલી કરવામાં આવી રહી છે અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે ABVP દ્વારા અમદાવાદની GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે ABVP જબરજસ્તી કરીને નારા લગાવડાવી રહ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પાસે ABVP દ્વારા NSUIના પોસ્ટર ફડાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા હતા જેના પગલે મામલો ગરમાયો હતો. આ તરફ NSUIના આગેવાનો કોલેજ પર પહોંચ્યા હતા અને પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતીઅમદાવાદની GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાનમાં ABVPના આગેવાનોએ કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે જબરજસ્તી કરી હોવાના આક્ષેપના કારણે વાતાવરણ ગરમાયું હતું