Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:અપરણિત મહિલા નવજાત બાળકીને ત્યજી થઇ રહી હતી ફરાર,પછી શું થયું જુઓ

હજુ ગાંધીનગરમાં શિવાશ નામનું બાળક મળી આવવાની ઘટના સમેટાઇ નથી. ત્યારે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી

X

હજુ ગાંધીનગરમાં શિવાશ નામનું બાળક મળી આવવાની ઘટના સમેટાઇ નથી. ત્યારે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી પરંતુ ત્યાંના રહીશોની જાગૃતિથી તે બાળક ને મુકી જતી મહિલાને પકડીને પોલીસ સોંપવામાં આવી હતી. પોલીસ દ્વારા તે મહિલાને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલ શ્રીમંત નગરમાંથી બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ છે . શહેરના વાસણા વિસ્તારમાં શ્રીંમત નગરમાં બીજા માળે એક મહિલા બે દિવસની બાળકીને મૂકીને જઇ રહી હતી પરંતુ ત્યાં રહીશોની જાગૃતિને કારણે મહિલાઓને પકડી પાડીને પોલીસને સોંપવામાં આવી હતી. આ મહિલા દક્ષિણ ભારતની હોવાની વાત સામે આવી છે સાથે સાથે ચાંદલોડિયાના એક સ્પા માં નોકરી કરી રહી હતી પરંતુ તેને લગ્ન કરેલ ન હતા તેના પ્રેમી સુનિલથી આ બાળક જન્મ થયો છે. વાસણા પોલીસે આ મહિલાને પકડી પાડી હતી માં અને બાળકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હવે તેના પ્રેમી સુનીલની શોધખોળ કરી રહી છે

Next Story