• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

અમદાવાદ: UGVCLના કર્મચારી તરીકે ઠગબાજોએ વીજબિલ ભરવાનું કહી નિવૃત્ત આચાર્યના ખાતામાંથી 68 લાખની કરી ઉઠાંતરી

અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ

author-image
By Connect Gujarat 14 May 2023 in અમદાવાદ Featured
New Update
અમદાવાદ: UGVCLના કર્મચારી તરીકે ઠગબાજોએ વીજબિલ ભરવાનું કહી નિવૃત્ત આચાર્યના ખાતામાંથી 68 લાખની કરી ઉઠાંતરી

અમદાવાદમા યુજીવીસીએલના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરીયાદીનું વીજ બિલ બાકી હોવાનું કહીને એક વ્યક્તિના એકાઉન્ટમાં રહેલ 70 લાખ પૈકી રૂપિયા 68 લાખ 46 હજાર બરોબર ઉપાડી લીધા હતા જે મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ અને સાયબર પોલીસે બિહારથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ. નિવૃત્ત આચાર્ય સાથે સાયબર ફ્રોડસ્ટરો દ્વારા વોટ્સએપ પર મેસેજ કરીને UGVCLના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વીજળીનું બિલ બાકી હોવાનુ કહી છેતરપીંડી કરી. જોકે ફરિયાદીએ ગુગલ પે ના માધ્યમથી પહેલાથી બિલ ભરી દીધું હોવા છતાં બિલ ન ભરાયું હોવાનું કહીને કાપી નાખવાની ધમકી ફ્રોડસ્ટરોએ આપી યોનો એપ અને એનિ ડેસ્ક 'ડાઉનલોડ કરાવીને માત્ર ચાર દિવસોમાં તબક્કાવાર ₹68,76,000 પડાવી લીધા હતા. જેથી નિવૃત્ત આચાર્યનો પગાર સહિત નિવૃત્તિના લાભ પેટે મળેલ રકમ પણ આરોપીઓ દ્વારા ખંખેરી લેવામાં આવી જેથી આચાર્યની નિસહાય બની ચૂક્યા હતા.ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે LCB અને સાઇબર પોલીસની મદદથી આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી અને ત્રણ આરોપીઓની બિહારમાંથી ધરપકડ કરી છે જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપી રાજીવ ચૌધરી અને સંદીપકુમાર ચૌધરી હજુ ફરાર છે જેમને શોધવા માટે પોલીસ કામ કરી રહી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #money #Fraud #Stole #employee #UGVCL #Fake #thugs
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by