/connect-gujarat/media/post_banners/01f775f67f0652664567afaed66cf89c282713b65f7a660330bea9d97bf46ad4.jpg)
ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા હોઈ તેમ શહેરના અસલાલી પોલીસે રથયાત્રા પૂર્વે ડ્રાઈવ દરમ્યાન રૂપિયા 29 લાખના દારૂના મસમોટા જથ્થા ગોડાઉન ભાડે આપનાર 2 લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં અસલાલી પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી ગોડાઉન ચેકિંગની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, પેટ્રોલ પંપની પાછળ આવેલ એસ્ટેટના એક ગોડાઉનમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો છે, જ્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા દારૂનું કટિંગ કરતા 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે ગોડાઉન ભાડે આપનાર માલિક અને બ્રોકરની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈસનપુર વિસ્તારમાં રહેતા પ્રદીપ રાજપુત નામના ઇસમે આ દારૂ ગોવાથી મંગાવ્યો હતો. જેની કિંમત રૂપિયા 29 લાખ જેટલી થવા જઈ રહી છે. જોકે, આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.