અમદાવાદ ભરૂચ અંકલેશ્વરમાં રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી

આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

New Update
અમદાવાદ ભરૂચ અંકલેશ્વરમાં રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી
Advertisment

આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી

Advertisment

મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના એતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવવામા આવી હતી

તો અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ ઈદગાહ મેદાન પર પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી

અમદાવાદમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદનાં ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એક મેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી

Latest Stories