અમદાવાદ: સૌરાષ્ટ્ર કોંગ્રેસને મોટો ફટકો, બે દિગ્ગજ નેતા જોડાયા આપમાં !

સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામ સાગઠીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો

New Update
અમદાવાદ: સૌરાષ્ટ્ર કોંગ્રેસને મોટો ફટકો, બે દિગ્ગજ નેતા જોડાયા આપમાં !

ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે મોટી ઊથલપાથલ જોવા મળી છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામ સાગઠીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો

ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતાં એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવવા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાઓ નો સંપર્ક કરી અને તેમને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈ કાલે દિલ્હીમાં હતાં. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્લી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યુ છે. પજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે. જે ગુજરાતમાં દેખાતું નથી. એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં આમ આદમી માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને તેનાથી પ્રભાવિત થયો હતો. મારુ જાહેર જીવન હમેશા લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દ્રષ્ટિએ લાંછન છે.

આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે.આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલ બેન જોડાયા છે. જેને કામ કરવું હોય લોકસેવા કરવી હોય તેના માટે માત્ર આપ વિકલ્પ છે.

Latest Stories