અમદાવાદ: ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, જાણો કારણ

ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, વિધાનસભાના 2 દિવસના ટૂંકા સત્ર પૂર્વે બેઠક મળશે.

New Update
અમદાવાદ: ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, જાણો કારણ

ગુજરાત વિધાનસભાના 2 દિવસના ટૂંકા સત્ર પૂર્વે ભાજપ દ્વારા તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. રવિવારે યોજાનાર બેઠકમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

Advertisment

આગામી 27 અને 28 તારીખે માત્ર બે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત વિધાનસભાની સત્રની તૈયારીના ભાગરૂપે ભાજપના ધારાસભ્યોની એક વિશેષ બેઠક મળશે.રવિવારે સાંજે મળનારી ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં ગુજરાત ભાજપ સરકારની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા તો થશે જ.

ઉપરાંત વિપક્ષને તેના કોઈપણ પ્રશ્નોના જડબાતોડ જવાબ મળી રહે તે માટેની રણનીતિ ઘડાશે.ધારાસભ્યોની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, પૂર પીડિતોને સહાય ઉપરાંત ખેડૂતો મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે કમર કસી છે. આ ઉપરાંત કોરોનાકાળમાં જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિજનોને આર્થિક સહાય આપવા માટે પણ કોંગ્રેસ આ વિધાનસભાના ટૂંકા સત્રમાં માંગ ઉઠાવશે.

રાજ્ય સરકારે તૌક્તે ઉપરાંત હાલમાં જામનગર, જુનાગઢ રાજકોટ વિસ્તારમાં પૂર પ્રલય લઈને સમિક્ષા કરી લીધી છે અને રાહત માટે પણ યોજના બનાવી લીધી છે.ઉપરાંત રાજ્ય સરકારે પૂર પીડિતોને અપાતી રાહત સહાયમાં પણ વધારો કરી દીધો છે.

Advertisment