/connect-gujarat/media/post_banners/f182c53a4c8a59a2de5cb8b4edf7b6ada32037af8acd4ceff43a6c2fbda25887.jpg)
રાજયમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગેસ વધુ એક અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. જેમાં કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની માંગ સાથે ગુજરાત ફોર ન્યાય અભિયાન ચલાવવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક અભિયાન શરુ કરી રહ્યું છે. કોરોનાકાળમાં થયેલા મોત અને હાલાકીને લઈને કોંગ્રેસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેના પરિવારને 4 લાખ રૂપિયા વળતર આપવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે આ સરકાર જનતા સાથે અન્યાય કરી રહી છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં "ગુજરાત ફોર ન્યાય" અભિયાન ચલાવવા આવશે. આ અભિયાન 8 દિવસ ચાલશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે અભિયાન ને આગળ વધારવામાં આવશે.આ અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં રોહણ ગુપ્તાએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે ગુજરાત ભાજપ સંગીત ખુરશી રમી રહ્યું છે. જેમાં મુખ્યમંત્રી અને મંત્રી બદલવાથી પાપ લોકો ભૂલી નહિ જાય.હાલમાં ગુજરાતમાં સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે.