Connect Gujarat

અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શેરી ગરબાના વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી

જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહી છે ત્યારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી

X

જગત જનની માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી માતાજીનાં દર્શન કર્યા હતા. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખે છે. રાજ્યમાં સરકાર દ્નારા શેરી ગરબા મંજુરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ ગઇકાલે રાત્રે અમદાવાદના સોલા,ગોતા,ઘાટલોડિયા જેવા વિસ્તારની સોસાયટીમાં હાજરી આપી ભગવાનની પુજા- અર્ચના કરી હતી.અલગ અલગ જગ્યાએ મુખ્યમંત્રી નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ વખતે ક્લબ અને પાર્ટી પ્લોટમાં મંજૂરી નહિ હોવાથી શેરી ગરબામાં રમઝટ બોલી રહી છે અને સીએમ પોતે હાજરી આપી લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે

Next Story
Share it