અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે નગર દેવી ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી....

દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પોહચ્યા હતા.

New Update

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીએ ગુજરાતીઓ અને દેશભરના તમામ લોકોનું નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને શાંતિથી પસાર થાય તેવી મનોકામના કરી હતી. ભદ્રકાળી માતાજીના દર્શન અને આરતી કરી મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ માતાજીના ચરણોમાં ગુજરાતની સર્વાંગીણ પ્રગતિની વિશેષ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ભાજપના ધારાસભ્ય અને શહેરના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજે નવા વર્ષના પ્રથમ દિવસે નગરદેવીના દર્શને મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા હતા.

Latest Stories