Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને, લીધા આશીર્વાદ

X

વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાના આગલા દિવસે વિપક્ષના આગેવાનો રથ પૂજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોંગ્રેસ ટાઉન હોલથી પગપાળા કોંગ્રેસના આગેવાનો જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ઢોલ - નગારા અને સાફા પહેરીને પ્રમુખ સહિતના આગેવાનો ભગવાન જગન્નાથજીના મંદિરે આવ્યા હતા.145 મી રથયાત્રા નિમિત્તે કોંગ્રેસ દ્વારા 145 કિલોનો લાડુ પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો.

અહીં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ મંદિરના મહંતની ઔપચારિક મુલાકાત કરી હતી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ત્રણેય રથની પૂજા કરી છે આખો કોંગ્રેસ પરિવાર અહીં આવ્યો છે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરીયે કે ગુજરાત અને દેશ ખુશહાલ રહે.

આ તરફ આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજન અર્ચન કર્યું હતું.

Next Story
Share it