અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી અંગે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને આપી ચીમકી

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે.

New Update
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી અંગે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને આપી ચીમકી

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. વડગામ તેમજ પાલનપુરના 125 ગામની બહેનોએ ગામેગામ એકત્રિત થઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે.

વડગામ અને પાલનપુરમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઇ માટે નું પૂરતું પાણી મળતું નથી. જેથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકતા નથી. આથી ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે. જેને લઈને વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ માં પાણી નાખવાની માંગ સાથે છેલ્લા 2 મહિનાથી ખેડૂતોએ જળ આંદોલન છેડાયું છે. પાણીના પ્રશ્નની લઈને ગામોની મહિલા પશુપાલકોને પ્રધાનમંત્રીને પત્ર લખીને ડેમ ભરાવવા માગ કરી છે.વડગામ પંથકમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કુદી પડતા રાજકારણ ગરમાયું છે. વડગામના કરમાવત તળાવ ભરવાને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અલ્ટીમેટમ આપવાની વાત કરી દીધી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આગામી 21 તારીખે રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રશ્ને વાત કરશે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપશે

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આ નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મેવાણીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા. ચૂંટણી આવતા જ પાણીનો પ્રશ્ન યાદ આવ્યો છે. તેઓ હવે ઇલેક્શનમાં હારી રહ્યા છે ત્યારે પાણીનો મુદ્દો લઇને સામે આવ્યા છે. પાંચ વર્ષ સુધી તેઓ ક્યાં ગયા હતા તેમને પાંચ વર્ષ સુધી પાણી કેમ ના દેખાયું.આ આક્ષેપ અંગે પણ જિગ્નેશ મેવાણીએ વળતો જવાબ આપ્યો હતો

Latest Stories