Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાતનો માછીમાર ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

X

પેટ્રોલ ડિઝલમાં વધતાં ભાવના કારણે ગુજરાતનો માછીમાર ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવ વધારાથી રાજ્યના માછીમાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હટો કે ભાજપ સરકારે ડીઝલના ભાવમાં વધારો કરવા સાથે માછીમારો માટેની યોજના પણ બંધ કરી દેતા રાજ્યનો સૌથી મોટો ઉદ્યોગ હવે મરણ પથારીએ છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કરતા કહ્યું કે 1 નાની ફિશિંગ બોટ 1 સિઝનમાં ઓછામાં ઓછું 3,500 લીટર પેટ્રોલ/કેરોસીન અને મોટી બોટને 36,000 લીટર ડીઝલ જોઈએ. ગુજરાતમાં અત્યારે 25,000થી વધુ નાની, મોટી ફિશિંગ બોટ કાર્યરત છે એટલે ગુજરાતમાં એક માછીમાર સિઝનમાં 54 કરોડ લીટર ડીઝલનો ઉપયોગ કરે છે એટલે ગુજરાતના માછીમારભાઈઓ પર એક સિઝનમાં ડીઝલના ભાવ વધારા રૂપે રૂ.2000 કરોડનો બોજો પડ્યો છે.

છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં ડીઝલમાં 35 રૂપિયાનો વધારો થયો છે. ડીઝલના અસહ્ય રીતે વધેલા ભાવના કારણે એક બોટને એક રાઉન્ડ માટે લગભગ ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે લગભગ ગત વર્ષ કરતા ડબલ છે. જેની સામે એક વર્ષમાં સમુદ્ર ઉત્પાદનોના ભાવમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે માછીમાર ભાઈઓ ઉપર મોટો આર્થિક બોજો પડ્યો છે. સરકારની આટલી ઉપેક્ષાના કારણે માછીમાર ભાઈઓ માછીમારીનો વ્યવસાય છોડવા માટે મજબુર થઈ રહ્યા છે.

Next Story