Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોંગ્રેસ હવે જન જાગૃતિ અભિયાન શરૂ કરશે,ભાજપની વિવિધ નીતિઓનો વિરોધ

રોજગારી ન મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને રાજ્ય સરકારની વિવિધ નીતિઓ સામે જન જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ભાજપ સરકાર પર ગંભીર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન છે. મહાનગરોમાં ભાજપની સત્તા છે. સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે મોટી મોટી જાહેરાત આપે છે.

રોજગારી ના મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપના પ્રજા વિરોધી શાસન ના કારણે મંદી-મોંઘવારી નો માર લોકો સહન કરી રહ્યા છે.કોંગ્રેસ 14 નવેમ્બર થી 29 નવેમ્બર સુધી મંદી-મોંઘવારી સામે જનજાગૃતિ અભિયાન કરશે. જેમાં ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરશે તથા સ્થાનિક લોકો પાસે જઈને પરિવારને શું તકલીફ છે તે જોવામાં આવશે. આ માટે 52 હજાર જેટલા બુથ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે. તમામ ધારાસભ્યો-સાંસદ સભ્યો અને મંત્રીઓના ઘરે જઈને કોંગ્રેસ આવેદનપત્ર આપશે.

Next Story