Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: RSS અને BJP વચ્ચે સમન્વય બેઠકનું આયોજન,CM સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

RSS ના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈ સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

X

આજે RSS અને સરકાર વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક થઈ છે. આ બેઠક RSS ના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે કરવામાં આવી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સમન્વય બેઠક અંગે ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખ વિજય ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતુ કે દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે.. બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર છે.

બેઠકમાં વિવિધ જૂથ ના આગેવાનોના આચાર વિચારનું પ્રદાન થશે. વધુમાં તેઓએ કહ્યું કે દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય બેઠકનું આયોજન થાય છે. ભાજપએ RSSની રાજકીય પાંખ છે અને દેશભરમાં આ રીતે સંઘ અને ભાજપ વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાતી રહે છે.

તે વચ્ચે વર્ષમાં બે વખત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ હતી. જોકે સૌપ્રથમ વખત ભાજપમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આમ છતા પણ RSS દ્વારા રાજ્યમાં રાજકીય, સામાજિક સહિતના મુદ્દાઓ પર ભાજપને માર્ગદર્શન અને સરકારને પણ સૂચનો આપવામાં આવે છે અને તેનો અમલ પણ થાય છે.

Next Story