Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના સંક્રમણ ફરી માથું ઉચકશે ! એક જ દિવસમાં 16 પોઝિટિવ કેસ

અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે

X

દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ અમદાવાદમાં કોરોના ફરીથી ફૂંફાડા મારી રહ્યો છે એક જ દિવસમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે

અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં બહારગામથી આવતા લોકોને ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવશે.16 કેસમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ, પારડી અને નવરંગપુરામાં કેસો નોંધાયા છે.16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને એની સામે 23 લોકો સાજા થયા છે.ઘોડા છુત્યા બાદ તબેલાને તાળા મારવા તંત્ર તૈયાર થયું. જે લોકો દિવાળીમાં બહાર ફરવા ગયા હતા તેમના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવાની વાત કોર્પોરેશન કરે છે પરંતુ આ ડોમ પહેલેથી જ ઉભા કરવાના હતા. જ્યારે મોટાભાગના લોકો જ્યારે ફરીને અમદાવાદ પરત આવ્યા ત્યારબાદ હવે કોર્પોરેશન ટેસ્ટિંગ ડોમ અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર મુકવાનું કહે છે. તો શું આ તંત્રની બેદરકારી ના કહી શકાય. સાથે સાથે લોકોએ પણ સમજવાની જરૂર હતી કે કોરોના હજી ગયો નથી તેને હજી કાળજી રાખવાની જરૂર છે પરંતુ લોકોએ તહેવારોમાં ભાન ભૂલી બેફામ ખરીદી કરી સાથે જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને કોઈ પ્રકારની કાળજી રાખી નહીં જેથી ફરીથી કોરોના ફૂંફાડા મારી રહ્યો છે

Next Story