Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સુરત AAPના કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં, અને હવે ફરી પહોચ્યા AAPમાં...

AAPના નગરસેવક કુંદન કોઠિયાએ જણાવ્યુ કે, મારી ભૂલ હતી કે, હું ભાજપમાં જોડાઈ અને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. તેથી હું મારા ઘરે પરત ફરી છું.

X

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા આયારામ ગયારામનો ખેલ ચાલી રહ્યો છે, ત્યારે થોડા સમય પહેલા સુરતમાંથી AAPના કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. જોકે, તેમાંથી વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જે ફરીવાર પોતાની જૂની પાર્ટી AAPમાં જોડાઇ છું સુરત શહેર વોર્ડ નંબર 4ના AAPના નગરસેવક કુંદન કોઠિયાએ જણાવ્યુ કે, મારી ભૂલ હતી કે, હું ભાજપમાં જોડાઇ અને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. તેથી હું મારા ઘરે પરત ફરી છું.

તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ પ્રેશરની રાજનીતિ કરે છે અને અમારા જેવા નાના કોર્પોરેટરનું કોઈ સાંભળતું નથી. મારા કામ થતા ન હતા અને ભાજપ ખોટું બોલીને મને પોતાના તરફ લઇ ગઈ, પણ મને લાગતું હતું કે, ક્યાંક ખોટું થયું છે, તેથી હું પરત મારી આપ પાર્ટીમાં આવ્યો છું. તેમના અને બીજા કોર્પોરેટરના વાયરલ થયેલ ઓડિયો અંગે પણ કહ્યું કે, તે એક ગેરસમજ હતી. તે મુદ્દો પૂરો થયો છે, અને હું આમ આદમી પાર્ટી માટે જ કામ કરીશ. આમ આપના 2 કોર્પોરેટર ફરીવાર પોતાની પાર્ટીમાં પરત ફર્યા છે.

Next Story