અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાય, મોંઘી બ્રાન્ડના દારૂનું કરાતું હતું ડુપ્લિકેશન

બુટલેગર કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. જેના પર પોલીસે દરોડા પાડી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાય, મોંઘી બ્રાન્ડના દારૂનું કરાતું હતું ડુપ્લિકેશન

અમદાવાદમાં બુટલેગર કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. જેના પર પોલીસે દરોડા પાડી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં મોંઘી કિમત અને બ્રાન્ડના વિદેશી દારૂનું મોટાપ્રમાણમાં વેચાણ ચાલે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ વિદેશું દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાય હતી.ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. ગ્રાહકે ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાનો 200 રૂપિયા વાળો જ દારૂ હોય.PCBએ માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના S2 ફ્લેટમાં રેડ કરી હતી. પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જોડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ છે અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ ,પ્રીમિયમ બ્રાન્ડના સ્ટીકર ,તેમજ ડુપ્લીકેટ દારૂ બનાવવા તેમાં મિક્સ કરવા અને રી પેકેજીંગ કરવાની વસ્તુઓ મળી આવી હતી.

Latest Stories