-
ક્રાઇમ બ્રાન્ચની ટીમની સર્તકતા
-
લૂંટારુ ગેંગના મનસૂબાને બનાવ્યો અસફળ
-
આંગડિયા પેઢી સહિતની જગ્યા પર હતો લૂંટનો પ્લાન
-
પોલીસે ચાર લૂંટારુઓની કરી ધરપકડ
-
પોલીસે લૂંટારુ ગેંગ પાસેથી હથિયાર પણ કર્યા જપ્ત
અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢી સહિત અન્ય સ્થાનો પર લૂંટને અંજામ આપવા માટે તૈયાર એક ગેંગનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો હતો,અને લૂંટારૂ ગેંગના ચાર સભ્યોની હથિયાર સાથે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
અમદાવાદમાં આંગડિયા પેઢી સહિતની જગ્યાઓ પર લૂંટને અંજામ આપવા માટે આવેલી ગેંગને લૂંટને અંજામ આપે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધી છે.ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પંજાબ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ આરોપીઓ આંગડિયા પેઢી સહિતની જગ્યા પર વોચ રાખી લૂંટને અંજામ આપવા માટે આવ્યા હતા,પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું અને આરોપીઓને ઝડપી પાડયા છે.
ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા ચાર માંથી બે આરોપીઓ ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં નોકરી કરી ચૂક્યા છે. જેથી, આંતરરાજ્ય ગેંગના લીડરને સાથે રાખીને અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવીને અમદાવાદ આવ્યા હતા. જોકે, આરોપીઓ લૂંટને અંજામ આપે તે પહેલા જ સરખેજ શાંતિપુરા સર્કલ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.