Connect Gujarat
અમદાવાદ 

ગુજરાતમાંથી આઇફોન ચોરી કરી દેશ બહાર સસ્તા ભાવે વેચતો ભેજાબાજ અમદાવાદ સાયબર ક્રાઇમના હાથે ઝડપાયો…

જો, તમે આઈ ફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય.

X

અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવા આરોપીની ધરપકડ કરી છે, કે જે ચોરી કરેલા આઈ ફોન મોબાઈલ અથવા તો ગુમ થયેલ મોબાઈલના મૂળ માલિક પાસેથી આઇડી અને પાસવર્ડ પ્રાપ્ત કરી જે તે ફોનનું રાજ્ય બહાર સસ્તા ભાવે વેચાણ કરતો હતો. જો, તમે આઈ ફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય. જે બાદ તમારા નંબર પર અચાનક મેસેજ આવે કે 'તમારા મોબાઈલનું લોકેશન મળી આવ્યું છે,

તેને જાણવા માટે મેસેજમાં આપવામાં આવેલ લિંક ઓપન કરો'. તો તમારે સતર્ક બનવાની જરૂર છે. જીહા, અમદાવાદ સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી છે, જે આ પ્રકારે મોબાઈલ ચોરીના વેપલાને અંજામ આપતો હતો. આરોપી પોતે નવસારીમાં ચિકનની દુકાન ચલાવે છે. સાથો સાથ આઈ ફોનના આઇડી અને પાસવર્ડ મેળવી આ કારસ્તાન કરતો હતો. જેની મોડેસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. જેમાં મોબાઇલ માલિકના નંબર મેળવીને તેના પર તેમનો ખોવાયેલ મોબાઈલ મળી આવ્યો હોવાનો મેસેજ કરતો. સાથે જ એક ખોટી લીંક પણ મોકલવામાં આવતી,

જે લિંક ઓપન કરવાથી મોબાઈલનું લોકેશન માત્ર 2 મિનિટ માટે બતાવે અને તે પણ સાચું નહીં, પરંતુ ખોટું. જોકે, લોકેશન ઓપન કરવા માટે તે માલિક પાસેથી આઈડી અને પાસવર્ડ માંગી લેતો, જે બાદ જ આ લોકેશન ઓપન થતું. જેના આધારે આરોપીને મોબાઇલને અનલોક કરવામાં સફળતા મળતી. આરોપીએ અત્યાર સુધી 300 જેટલા આઈ ફોનને અનલોક કર્યા છે. સાયબર પોલીસને આઈ ફોનને ચોરી થવા કે, ગુમ થયા મામલે અલગ અલગ ફરિયાદો મળતી. જેમાં કેટલાક એવા કિસ્સા હતા, કે જેમાં આ પ્રકારનો મેસેજ આવ્યો અને લીંક દ્વારા મોબાઈલ લોકેશન 2 મિનિટ માટે બતાવતા હોવાની વાત હતી.

જેથી સાયબર પોલીસ દ્વારા તે લિંકનું ડોમેન તપાસતા તે ખોટું હોવાનું સામે આવ્યું, અને આઈ ફોનને અનલોક કરી વેચવાના વેપલાનો ઘટસ્ફોટ થયો. સાયબર ક્રાઇમ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને આરોપી મોબાઇલ માલિકના નંબર ક્યાંથી લાવ્યા અને અન્ય કેટલાક લોકો આ કામ પાછળ સંડોવાયેલા છે, તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story