અમદાવાદ : TET-TATના આંદોલન કરતા ઉમેદવારોની અટકાયત, પોલીસ સાથે સર્જાયું ઘર્ષણ

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઇ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આજે સોમવારે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચ્યા હતા.

New Update
  • ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન

  • TET-TAT ઉમેદવારો પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે

  • રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને છે ઉદાસીન

  • પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ

  • પોલીસે કરી આંદોલનકારીઓની અટકાયત

Advertisment

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઇ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આજે સોમવારે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચ્યા હતા.જ્યાં પોલીસ દ્વારા અંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી,અને પોલીસ તેમજ ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે.રાજ્યભરમાંથી બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા છે.ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલા પોલીસે ઉમેદવારોની અટકાયતનો સિલસિલો શરૂ કરી દીધો છે. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે TAT(S) અને TAT(HS)ની દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24,700 શિક્ષકોની ભરતી ક્રમિક અને ઝડપથી પૂર્ણ કરવા સાથે ચાલુ ભરતી પ્રક્રિયામાં જગ્યા વધારો કરવા બાબતે શિક્ષણમંત્રી તેમજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.પરંતુ તેમ છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ઉમેદવારોએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.

 

Latest Stories