અમદાવાદ: પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની શરૂઆત કરે એ પહેલા જ આપના આગેવાનોની અટકાયત

પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરાતા જ આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી

અમદાવાદ: પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની શરૂઆત કરે એ પહેલા જ આપના આગેવાનોની અટકાયત
New Update

રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરાતા જ આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી

રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ ને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે આપના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અમે આજથી ઉપવાસ પર ઉતરીશું. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી.તેમણે કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે.પ્રભારી ગુલાબસિંહ યાદવે કહ્યું કે અસિત વોરાએ રાજીનામું આપવું જોઈએ.ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે સમગ્ર ઘટાના ફૂટેજ છે. જેમાં શ્રધ્ધા રાજપૂત અમારા કોઈપણ કાર્યકતાની આસપાસ હોય એવા કોઈ ફૂટેજ આવ્યા નથી.

#PaperLeak Scandal #CGNews #fastingmovement #Detention #BeyondJustNews #Paper Leak News #paper leak case #Connect Gujarat #Ahmedabad #Gujarat Aap #Aap activists
Here are a few more articles:
Read the Next Article