Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશમાં વિકાસ ધીમો પડશે, કેન્દ્ર સરકારની નીતિઓ નુકસાનકારક : પી. ચિદમ્બરમ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાનું ગુજરાતમાં આવવાનું યથાવત છે.

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાનું ગુજરાતમાં આવવાનું યથાવત છે. તેવામાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓએ ભારતમાં મંદી આવશે કે, નહીં તે અંગે જાણકારી આપી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ચિદમ્બરમે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમ્યાન તેઓએ કહ્યું હતું કે, ભારત મંદી તરફ નહીં જાય. પણ હા વિકાસ ચોક્કસપણે ધીમો પડી જશે. દેશમાં રોકાણ ઘટશે અને આયાત નિકાસ પણ ઘટશે. આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ ઘટાડો થશે. દેશમાં વધી રહેલા ફુગાવો અને રૂપિયાનું અવમૂલ્યનના કારણે વપરાશ ઘટશે, જેના પરિણામે વિકાસ ધીમો પડશે. તેમણે કહ્યું હતું કે, માત્ર પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ દેશને આમાંથી બચાવી શકશે. સરકાર કેટલે અંશે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લાવે છે, તે જોવાનું રહે છે. વધુમાં પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ થઈ દેશને નુકસાન થઈ રહ્યું છે અને નાના વેપારીઓ અને મધ્યમ વર્ગ પિસાઈ રહ્યો છે. પી. ચિદમ્બરમે અમદાવાદમાં પ્રબુધ્ધ નાગરિકો ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ નાગરિકો સાથે પણ બેઠક કરી હતી.

Next Story