/connect-gujarat/media/post_banners/f6b994d14d8c191d9a805482a7be951de690ebfd739e055c098e508d45da716c.jpg)
અમદાવાદ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના કાળા કારોબારનો દાણીલીમડા પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં 3 શખ્સો પાસેથી 400 લિટર ડિઝલનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસે બાતમીના આધારે સુએઝ ફાર્મ કચરાના ઢગલા ખાતે વોચ ગોઠવી હતી, જ્યાં કચરાના ડમ્પરમાં ચોરી કરેલા ડીઝલના બેરલ સંતાડવામાં આવતા હોવાની માહિતીના આધારે બાતમીદારો દ્વારા ખાનગી રાહે વિડિયો રેકોડિંગ કરવામાં આવ્યું હતું. દાણીલીમડા ખાતે બેરલ માર્કેટ પાસે આશીયાના ડુપ્લેક્ષમાં રહેતા રીઝવાન એહમદ જમાલુદ્દીન અંસારી તથા દાણીલીમડા બોમ્બે હોટલ પાસે રહીમનગર ખાતે રહેતા મોહંમદ ફુરકાન મોહમદ રમઝાન શાનો સમાવેશ થાય છે. પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી સ્થળ પરથી ચોરી કરેલો ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્લાસ્ટીકના 16 કેરબામાં કુલ 400 લિટર ડિઝલ સહીત વાહનો મળી કુલ રૂપિયા 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.