અમદાવાદ : નશાના કળા કારોબારનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કરી એક ઇસમની ધરપકડ

ગુજરાત સહીત અમદાવાદમાં ડ્રગ્સના વેપલાને પોલીસ દ્વારા નેસ્તાનાબુત કરવામાં આવી રહ્યા છે

New Update
અમદાવાદ : નશાના કળા કારોબારનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કરી એક ઇસમની ધરપકડ

ગુજરાત સહીત અમદાવાદમાં ડ્રગ્સના વેપલાને પોલીસ દ્વારા નેસ્તાનાબુત કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ SOG પોલીસે અંદાજે રૂપિયા 2 લાખના 22.140 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો વેપાર ખુલ્લે આમ ચાલી રહ્યો છે. તેવામાં પોલીસ સહિતની અલગ અલગ એજન્સીઓ ડ્રગ્સનો વેપાર કરનાર લોકો અને તેના કેરિયરને પકડી પાડવા રાત દિવસ એક કરી રહ્યા છે...

ત્યારે અમદાવાદ SOG પોલીસે બાતમીના આધારે સોહીલ સાદિક નામના વ્યક્તિને અંદાજે રૂપિયા 2 લાખના 22.140 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, SOG પોલીસે તેની પુછપરછ કરતા વેજલપુર મામલદાર ઓફિસ નજીક છુપાવેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને શહેરમાં કોને કોને સપ્લાય થઈ રહ્યું છે, તે બાબતે પણ પોલીસે પોતાનું નેટવર્ક સક્રિય કર્યું છે.

Read the Next Article

PM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, 5477 કરોડનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..

New Update
PM modi gujarat

PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે.

તો બીજી તરફ PM મોદી નિકોલમાં જાહેરસભાને સંબોધન કરવાના છે, જેને પગલે AMC અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત PM મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરાબ્રિજ સુધી અલગ અલગ 12 જેટલાં સ્ટેજ બનાવાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

ગુજરાત મુલાકાતનો PM મોદીનો કાર્યક્રમ:-

25 ઓગસ્ટ:-

4.00 વાગ્યે અમદાવાદ આવશે.

4.30 વાગ્યે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા

8.00 વાગ્યે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટ

10.00 વાગ્યે હાંસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

EVના બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હી જવા રવાના થશે

PM મોદી 5477 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:-

2801 કરોડના લોકાર્પણ (13 પ્રોજેક્ટ)

2676 કરોડના ખાતમુહૂર્ત (22 પ્રોજેક્ટ)

મહેસાણાથી પાલનપુરની 65 કિમી રેલ લાઈન ડબલીંગનું લોકાર્પણ

બેચરાજીથી રણુજા સુધી 40 કિમીની રેલ લાઈનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ

વિરમગામના સોકલી નજીક રૂ. 70 કરોડના રેલ્વે અંડરબ્રિજનું ખાતમુહૂર્ત

વાડજના રામાપીર ટેકરા ખાતે 1,449 આવાસ તથા 130 દુકાનોનું લોકાર્પણ

SP રિંગ રોડને ફોરલેનમાંથી સિક્સ લેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત