ગુજરાત સહીત અમદાવાદમાં ડ્રગ્સના વેપલાને પોલીસ દ્વારા નેસ્તાનાબુત કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ SOG પોલીસે અંદાજે રૂપિયા 2 લાખના 22.140 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો વેપાર ખુલ્લે આમ ચાલી રહ્યો છે. તેવામાં પોલીસ સહિતની અલગ અલગ એજન્સીઓ ડ્રગ્સનો વેપાર કરનાર લોકો અને તેના કેરિયરને પકડી પાડવા રાત દિવસ એક કરી રહ્યા છે...
ત્યારે અમદાવાદ SOG પોલીસે બાતમીના આધારે સોહીલ સાદિક નામના વ્યક્તિને અંદાજે રૂપિયા 2 લાખના 22.140 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, SOG પોલીસે તેની પુછપરછ કરતા વેજલપુર મામલદાર ઓફિસ નજીક છુપાવેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને શહેરમાં કોને કોને સપ્લાય થઈ રહ્યું છે, તે બાબતે પણ પોલીસે પોતાનું નેટવર્ક સક્રિય કર્યું છે.