/connect-gujarat/media/post_banners/750d4a179d09701785cc446fd9020013a5226136ef860cbd4f3b633692b7d996.jpg)
અમદાવાદ પોલીસે ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી ઝડપી પાડી છે. ટોળકીના સાગરિતો રસ્તા પર એકલદોકલ જતી વૃધ્ધાઓને નિશાન બનાવતી હતી.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરી તરખાટ મચાવતી ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ટોળકીએ ૧૫થી વધારે ગુનાઓને અંજામ આપ્યા છે. બાપુનગરની ગવર્મેન્ટ ઈ- કોલોની ખાતે 70 વર્ષની વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ભાગતાં ટોળકીના સાગરિતો નજીકમાં લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતાં. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું.
અમદાવાદ પૂર્વના અલગ-અલગ વિસ્તારમાં ચીલ ઝડપ અને અંજામ આપતી આ ટોળકી બેનકાબ થઇ ચુકી છે. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર છે આનંદ દંતાણી... તે તેના સાગરિતો સાથે મળી વૃધ્ધ લોકોને નિશાન બનાવતો હતો. તેના સાગરિતોના નામ છે. મહેશ પટણી, કરસન દંતાણી અને શ્યામ ઉર્ફે રાજેશ બારોટ. તેઓ ચેનઇ સ્નેચિંગ કર્યા બાદ મુદ્દામાલ વેચી રૂપિયાની ભાગબટાઇ કરતાં હતાં. ટોળકીએ અત્યાર સુધીમાં ચીલઝડપના 15 ગુનાની કબુલાત કરી છે.