Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ફાફડા અને જલેબીમાં આ વર્ષે મોંઘવારી અસર જોવા મળી, ભાવ વધારા પાછળ વેપારીએ આ કારણ જણાવ્યુ

X

અમદાવાદ સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા જલેબીનું મોટા પાયે વેચાણ થાય છે. જેમાં આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં આશરે 15થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો. રાજ્યમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખુબ જ મોટા પાયે વેચાણ થાય છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં દર વર્ષ દશેરાના દિવસે 8 લાખ કિલો ફાફડા જલેબી વહેચાય છે. અમદાવાદમાં ફાફડા જલેબીના સ્ટોર્સ અત્યારથી લાગી ગયા છે. ગત વર્ષે ફાફડા જલેબીનો 440થી 800ની આસપાસ ભાવ હતો

જ્યારે આ વર્ષ ફાફડા જલેબીના ભાવમાં 15થી 20 ટકા વધારા સાથે પ્રતિ કિલો 550થી 950 સુધી પહોંચી ગયો છે. વેપારી વર્ગનું ભાવ વધારો સામે માનવુ છે કે, આ વર્ષ તેલ, બેસન, ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફાફડા જલેબીના કારીગરોએ પણ પોતાની મજુરીના ભાવ પણ વધારી દીધા છે. જેના કારણે ફાફડા જલેબીમાં 15થી 20 ટકા વધારો સામે આવી રહ્યો છે. વેપારીઓનું કેહવું છે કે મોંઘવારીને કારણે અમારો ભાવ વધારો કરવો પડ્યો છે.

Next Story