Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : યુવતીના ત્રાસથી મંગેતરએ કરી આત્મહત્યા, જાણો શું છે સમગ્ર મામલો..

અમદાવાદમાં યુવતીના અસહ્ય ત્રાસ થી કંટાળી યુવકે આત્મહત્યા કરતા અંતે યુવતી સામે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

અમદાવાદ : યુવતીના ત્રાસથી મંગેતરએ કરી આત્મહત્યા, જાણો શું છે સમગ્ર મામલો..
X

અમદાવાદમાં યુવતીના અસહ્ય ત્રાસ થી કંટાળી યુવકે આત્મહત્યા કરતા અંતે યુવતી સામે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. યુવતી પર આરોપ છે કે તે ઈન્વેસ્ટર વિઝાના રૂપિયા એક કરોડ ખર્ચી ને કેનેડામાં સેટ થવા માંગતી હતી. જેના માટે તે લખન પાસે રૂપિયાની માંગણી કરતી હતી. અને જો રૂપિયા નહિ આપે તો સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતી.

અમદાવાદ શહેરના ચિલોડા સર્કલ પાસે આવેલા કૈલાશ રોયલ માં રહેતા લખન માખીજા નામના યુવકે 21મી ફેબ્રુઆરી તેના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. લખન ના મોત મામલે નરોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ શરૂ કરી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં હકિકત સામે આવી છે કે લખનની સગાઈ તેના જ ફ્લેટમાં રહેતી વંદના ઉર્ફે વર્ષા જયસ્વાલ સાથે થઈ હતી દના ઉર્ફે વર્ષા ઈન્વેસ્ટર વિઝાના રૂપિયા એક કરોડ ખર્ચીને કેનેડામાં સેટ થવા માંગે છે. જેના માટે તે લખન પાસે રૂપિયાની માંગણી કરતી હતી. અને જો રૂપિયા નહિ આપે તો સગાઈ તોડી નાંખવાની ધમકી આપતી હતી. લખનના મોત બાદ પરિવારે તેના મોબાઈલની તપાસ કરતા વર્ષા સાથે થયેલી ચેટીંગ અને કોલ રેકોર્ડ સામે આવ્યા છે.

જેમાં હકિકત સામે આવી કે સગાઈ બાદ વંદનાએ લખન પાસેથી ટુકડે ટુકડે માતબર રકમ લઈ લીધેલી અને કેનેડા જવા માટે સતત પૈસાની માંગણી કરીને માનસિક ત્રાસ આપેલ મહત્વની બાબત તો એ છે કે મૃતક યુવકના પરિવારજનોને આખરે બનાવના નવ દિવસ બાદ ન્યાય મળ્યો છે. મૃતક ના પરિવારજનો આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી ઓને પણ રજૂઆત કરી હતી. અને ત્યારબાદ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Next Story