Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસની કામગીરી, રખડતાં ઢોર મુદ્દે 79 કેસ દાખલ કર્યા...

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છેલ્લા એક મહિનામાં 79 લોકો સામે રખડતાં ઢોર મુકવા બાબતે કેસ કર્યા છે.

X

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છેલ્લા એક મહિનામાં 79 લોકો સામે રખડતાં ઢોર મુકવા બાબતે કેસ કર્યા છે. એટલું જ નહીં, 59 ઢોર પકડવા સાથે ઢોર પાર્ટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ પોલીસ છેલ્લા એક મહિનાથી હાઇકોર્ટની ફટકાર બાદ એક્શનમાં આવી છે. જેમાં રોડ પર રખડતાં ઢોરના કારણે અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે, તેથી હાઇકોર્ટે પોલીસ અને કોર્પોરેશન સામે લાલ આંખ કરી હતી. ત્યારબાદ પોલીસ અને કોર્પોરેશન હરકતમાં આવી હતી. છેલ્લા એક મહિનામાં રોડ પર રખડતાં ઢોર બાબતે પોલીસે કુલ 79 લોકો સામે કેસ દાખલ કર્યા છે. તો 59 ઢોર પોલીસ અને કોર્પોરેશનની ટીમોએ ભેગા થઈને પકડી પાંજરાપોળ મોકલ્યા છે. તો સાથે સાથે પોલીસ તમામ વિસ્તારમાં સ્થાનિક પોલીસને સાથે મળી તમામ માલડધારીઓ સાથે મિટિંગ કરી તેમણે સમજાવે છે કે, તેમના ઢોરને રોડ પર છૂટા ન મૂકે જેવી તમામ બાબતે સમજણ આપવામાં આવી છે. પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે, જો રોડ પર ઢોર જોવા મળે તો તરત જ ફોટો પાડી સોશિયલ મીડિયા મારફતે જાણ કરવામાં આવે, સાથે જ જે તે સ્થળનું લોકેશન પણ મોકલવામાં આવે જેથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી કાર્યવાહી કરી શકે.

Next Story