-
પાલડીમાં બંધ ફ્લેટમાંથી મળ્યો અવેધ ખજાનો
-
ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી
-
ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ ઝડપાયા
-
મેઘ શાહની માયાજાળ ભેદવા માટે તપાસ એજન્સીઓ સક્રિય
-
પિતા-પુત્ર મની લોન્ડરિંગમાં પણ સંડોવાયા હોવાની શંકા
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના બંધ હાલતમાં રહેલા ફ્લેટ પર ગુજરાત ATS અને DRIએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા.આ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ ઝડપાઈ હતી.તપાસ એજન્સીઓએ સોનું અને રોકડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી ATS અને DRIએ અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. બંને એજન્સીઓએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા આ મસમોટો મુદ્દામાલ મળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે. સોનું અને રોકડ મળી અંદાજિત 84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. હાલ બંને એજન્સી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. અને ફ્લેટ નીચે પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ફ્લેટની માલિકી કલોલની એક મહિલાની માલિકીનો હોવાનું ભાડે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેટલાક લોકો ફ્લેટ બંધ હોવા છતાં લગભગ રોજ બેગો લઈને અવર જવર કરતા હતા. DRIના અધિકારીઓ ફેરિયાના સ્વાંગમાં ફ્લેટમાં થતી અવર જવર પર નજર રાખતા હતા.કયા સમયે કોણ કોણ આવે છે અને કયા વાહનમાં આવે છે,તેની પણ નોંધ રાખવામાં આવતી હતી. ગુપ્ત રાહે તપાસમાં જાણવા મળ્યું કે, કરોડોનો આસામી હોવા છતાં પાલડીમાં ફલેટ ભાડે રાખ્યો હતો. આ ફ્લેટની ચાવી એક વકીલ પાસે રહેતી હતી. જેથી તેને બોલાવી ફ્લેટ ખોલાવવામાં આવ્યો હતો. બંધ ફ્લેટમાં લોકોની શંકાસ્પદ અવરજવર થતી હોવાની પાક્કી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી.
અમદાવાદના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં 100 કિલો સોનું છુપાવી રાખવામાં આવ્યું હોવાની બાતમી મળતાં ATS અને DRIના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.જ્યાંથી 95.5 કિલો સોનું ઝડપાયું હતું. તે ઉપરાંત 60 લાખની રોકડ પણ જપ્ત કરાઈ હતી. ફલેટમાંથી પકડાયેલી સોનાની તમામ લગડી ઈમ્પોર્ટેડ છે.
આ મુદ્દામાલનું કનેક્શન મુંબઈ સુધી લંબાયું છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો ડબ્બા ટ્રેડીંગ સાથે સંકળાયેલા મેઘ શાહે ડબ્બા ટ્રેડીંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. મહેન્દ્ર શાહ અને મેઘ શાહે આ ફ્લેટ ક્યારે ભાડે રાખ્યો અને કેટલા સમયમાં ક્યાંથી કેટલું સોનું અને રોકડની હેરાફેરી કરી છે,તે અંગે પણ તપાસ એજન્સી તપાસ કરી રહી છે.
આ ઉપરાંત પિતા-પુત્રની જોડી કાળા નાણાં ધોળા કરવા માટે ચોક્કસ કમિશન પર કામ કરતા હોવાની શંકા છે. તપાસમાં કેટલાક મોટા નામો પણ બહાર આવી શકે છે. પિતા-પુત્ર મની લોન્ડરિંગમાં પણ સંડોવાયા હોવાની શંકા છે. તપાસ દરમિયાન બીજા અનેક મોટા ખુલાસા થઈ શકે છે.