Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસ દ્વારા ધરણા યથાવત પણ સ્થળ બદલાયું

ઇડી દ્વારા આજે બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્ર વ્યાપી પ્રદર્શન યથાવત રહ્યું છે.

X

ઇડી દ્વારા આજે બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્ર વ્યાપી પ્રદર્શન યથાવત રહ્યું છે. ત્યારે ગતરોજ વિરોધ GMDC ગ્રાઉંડ ખાતેથી યોજાયો હતો અને આજ રોજ સ્થળ બદલીને પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો અને નેતાઓએ આજે ધરણા કર્યા હતા.

ઇડી દ્વારા આજે સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરી રહી છે, ત્યારે ગઈકાલે ગુજરાત કોંગ્રેસ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ધરણા કર્યા હતા અને રેલી કાઢવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધરણા માટે સ્થળ બદલવામાં આવ્યું હતું. પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો અને નેતાઓએ આજે ધરણા કર્યા હતા. જેમાં મહિલા કાર્યકરો પણ જોડાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આરોપ લગાવતા કહ્યું કે ભાજપની સરકારે બેરોજગારી મોંઘવારી જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રાહુલ ગાંધીને નિશાના પર લીધા છે સરકાર કોંગ્રેસ અને કાર્યકરોને ડરાવવા માંગે છે પણ ડરી શું નહિ અમે ઈટનો જવાબ પથ્થર થી આપીશું આ ધરણા આજે સાંજ સુધી યથાવત રહેશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે બીજા દિવસે પણ સતત ધરણા કરવામાં આવ્યા હતા. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશના હોદ્દેદારો સહિત કોંગ્રેસના કાર્યકરો સામેલ થયા હતા. ઇડી દ્વારા રાહુલ ગાંધીને નોટિસ આપવાના મુદ્દે રાજ્યભરમાં કોંગ્રેસ પ્રદર્શન કરી રહી છે.

Next Story