Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જાસપુર ખાતે 11થી 13 ડિસેમ્બર ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ, તૈયારીઓને આખરી ઓપ

અમદાવાદના જાસપુર ખાતે 11 થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે

X

અમદાવાદના જાસપુર ખાતે 11 થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે જેમાં પી.એમ.મોદી વર્ચ્યુઅલી જોડાશે તો ગૃહપ્રધાન અમિત શાહ અને સી.એમ.ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે

અમદાવાદના જાસપુર ખાતે 11 થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.જ્યારે 13 તારીખે વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે.આ શિલાન્યાસ સમારોહમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર હજાર રહેશે. માં ઉમિયાનું મંદિર 1500 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજનાં 1200 કરતાં પણ વધુ દીકરા-દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુધીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદાર આગળ ચાલી રહ્યા છે.અમદાવાદમાં 74 હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ભોજનાલય પણ બનાવવામાં આવશે. રહેવાની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે. 255 ફૂટ,160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય.

ત્રણ દિવસના ઉત્સવ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જ્યા મંદિરનો શિલાન્યાસ થવાનો છે ત્યાં હજારો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે તો સાથે મેહમાનો માટે અલગથી ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે

Next Story