Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : એક જ મિલકતનું અનેક વખત વેચાણ કરી કરોડો રૂપિયાની ઠગાઇ

એક જ મિલકતનું અનેક લોકોને વેચાણ કરી શાહ દંપત્તિએ કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરીયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

X

અમદાવાદમાં એક જ મિલકતનું અનેક લોકોને વેચાણ કરી શાહ દંપત્તિએ કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરીયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે....

ચિંતન શાહ અને હિરવા શાહએ પોતાનાં બંગ્લો અને ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાય છે.પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગલો લેવાનો હતો જેથી તેમણે બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગલાનો સાડા નવ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. આ બંગલાનું બાનાખત કરાવી ચિંતન શાહે 2.23 કરોડ રૂપિયા લઇ લીધાં હતાં. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો. ફરિયાદીએ વધુ તપાસ કરાવતાં દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા હોવાનું અને બંગલો અન્ય વ્યકતિને વેચી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોશીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે..વેજલપુરમાં આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ કે જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતાં. ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમા આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા.. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો. બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્નિ ફરાર થઈ ગયાં હતાં.

આ બંટી બબલીએ આ જ પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે. આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે.

Next Story