અમદાવાદ : ગુજરાતભરમાં 4 દિવસમાં ત્રીજી વખત ઈંધણની કિમતમાં વધારો, સામાન્ય માણસના માથે ચિંતાની લકીરો

ગુજરતભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસા વધારી દેવામાં આવતા પેટ્રોલનો નવો 97.52 રૂપિયા થયો છે

અમદાવાદ : ગુજરાતભરમાં 4 દિવસમાં ત્રીજી વખત ઈંધણની કિમતમાં વધારો, સામાન્ય માણસના માથે ચિંતાની લકીરો
New Update

ગુજરતભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસા વધારી દેવામાં આવતા પેટ્રોલનો નવો 97.52 રૂપિયા થયો છે જ્યારે ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયા થયો છે. ગુજરાતના પેટ્રોલ-ડીઝલ એસોસિએશન તરફથી નવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.

દેશ સહિત ગુજરાતભરમાં મોંઘવારીએ ફરું માથું ઉચક્યું છે ત્યારે સામાન્ય માણસના માથે ચિંતાની લકીરો દેખાઈ રહી છે .એક પછી એક કરી ત્રણ વાર પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિત દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે. છેલ્લા 4 દિવસમાં ત્રીજી વખત ઈંધણની કિમતમાં વધારો કરવામાં આવ્યો છે.પેટ્રોલ ડિઝલની જ વાત કરીયે તો અગાઉ ડીઝલમાં 82 પૈસાનો વધારો થતાં ડીઝલ નો નવો ભાવ 90.73 રૂપિયા સુધી પહોંચ્યો હતો જ્યારે પેટ્રોલમાં 80 પૈસાનો ફરીથી વધારો થતાં પેટ્રોલનો નવો ભાવ 96 રૂપિયા 67 પૈસા પ્રતિ લીટર થયો હતો.

મોંઘવારીના મારમાં પિસાતી જનતા પર ફરી એકવખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. ગુજરાત એસોસિએશનના જણાવ્યા અનુસાર પેટ્રોલમાં પ્રતિ લીટરે 79 પૈસાનો વધારો ડીઝલમાં પ્રતિ લીટરે 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહીત રાજ્યભરમાં ભાવ વધતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે લોકોનું કહેવું છે કે સતત ભાવ વધી રહયા છે પણ આવક વધતી નથી. પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાથી મોંઘવારીનો માર અસહય થયો છે.

#CGNews #ConnectGujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Diesel #High #Petrol #inflation #budget #hike #PetrolRate #Increase Price #DieselRate #CommonMan
Here are a few more articles:
Read the Next Article